ઢાકા: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઊર્જા અને ખનીજ સંસાધન વિભાગને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની આયાત કરીને ઉદ્યોગોને ગેસનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે એક મીટિંગમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશ બેન્કે ઘઉં, ખાંડ, તેલ સહિત ખાદ્ય પદાર્થો અને વિવિધ ઉપભોક્તા ચીજવસ્તુઓ માટે ખાનગી ક્ષેત્ર માટે લેટર્સ ઓફ ક્રેડિટ (LCs) ખોલવા માટે બેન્કોને પૂરતા ડોલર પૂરા પાડવાની જરૂર છે.
દેશની એકંદર નાણાકીય સ્થિતિ અને અન્ય સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરતા, વડાપ્રધાન હસીનાએ સ્પષ્ટ કર્યું કે કૃષિ અને ખાદ્ય સબસિડી ચાલુ રહેશે. વડાપ્રધાન હસીનાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગો તેમનું ઉત્પાદન ચાલુ રાખવા માટે ગેસ માટે વધુ ચૂકવણી કરવામાં રસ ધરાવતા હોવાથી, ઊંચી કિંમતે પણ ગેસની આયાત કરવામાં આવશે અને પ્રીમિયમ પર ઉદ્યોગોને સપ્લાય કરવામાં આવશે. તેમણે નેશનલ બોર્ડ ઓફ રેવન્યુ (NBR)ના ચેરમેનને કાર અને ફળો સહિત લક્ઝરી ચીજ વસ્તુઓની આયાત પર વધારાની ડ્યુટી લાદવાનો નિર્દેશ પણ આપ્યો હતો.