30 ડિસેમ્બર, 2022ના રોજ જારી કરાયેલા નોટિફિકેશનમાં સરકારના ખાદ્ય મંત્રાલયે જાન્યુઆરી 2023 માટે દેશની 553 મિલોને 22 લાખ ટન ખાંડના વેચાણનો ક્વોટા ફાળવ્યો છે.
ગયા મહિનાની સરખામણીએ આ વખતે એટલી જ ખાંડની ફાળવણી કરવામાં આવી છે. ખાદ્ય મંત્રાલય દ્વારા ડિસેમ્બર 2022 માટે 22 લાખ ટન ખાંડના વેચાણના ક્વોટાને મંજૂરી આપવામાં આવી હતી. બીજી તરફ, જાન્યુઆરી 2022ની સરખામણીમાં આ વખતે ઓછી ખાંડ ફાળવવામાં આવી છે. સરકારે ડિસેમ્બર 2022 માટે 21.50 લાખ ટન ખાંડની ફાળવણી કરી હતી.











