3 મેં સુધી લોકડાઉનલંબાવાની જાહેરાત કરતા વડા પ્રધાન

દેશભરમાં પ્રસરી રહેલા કોરોના કહેર વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર્રજોગું સંબોધન કરીને દેશમાં લોકડાઉનને ત્રણ મે સુધી વધારવાની જાહેરાત કરી છે. કોરોના વાયરસ લોકડાઉનના ૨૧મા દિવસે દેશના નામે સંબોધનમાં મોદીએ કહ્યું કે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખી દેશમાં ત્રણ મે સુધી લોકડાઉન યથાવત રહેશે. જો કે તેમણે એમ પણ કહ્યું કે ૨૦ એપ્રિલ પછી અમુક મર્યાદિત ક્ષેત્રમાં શરતો સાથેની છૂટ આપવામાં આવશે પરંતુ કોરોના વાયરસમાં ઘટાડો નહીં થાય તો આ છૂટને પરત લેવામાં આવશે. મોદીએ કહ્યું કે દેશ મજબૂતી સાથે કોરોના સામે લડી રહ્યો છે. તેમણે આવતીકાલે લોકડાઉનના અમલીકરણ માટેની વિસ્તૃત ગાઈડલાઈન બહાર પાડવમાં આવશે તેવી પણ જાહેરાત કરી છે.

મોદીએ જણાવ્યું કે જે રીતે દેશવાસીઓએ ત્યાગ અને તપસ્યાનો પરિચય આપ્યો છે તે કોરોના સામેની લડાઈમાં મહત્ત્વનો સાબિત થયો છે. કોરોના જે રીતે ફેલાઈ રહ્યો છે તેણે દુનિયાભરમાં સરકારો અને હેલ્થ નિષ્ણાતોને વધુ સાવચેત કરી દીધા છે. ભારતમાં કોરોના વિરુદ્ધ લડાઈ હવે આગળ કેવીરીતે વધે, આપણે વિજયી કેવીરીતે બનીએ, આપણું નુકસાન કેવી રીતે ઓછું થાય, લોકોને પડતી મુશ્કેલી કેવી રીતે ઓછી થાય તે વાતોને લઈને રાયો સાથે મેં નિરંતર ચર્ચાઓ કરી હતી. તમામ લોકોનું એક જ સુચન હતું કે લોકડાઉનને વધારવું જોઈએ. અનેક રાજ્યોએ તો પહેલાંથી જ લોકડાઉનને વધારી દીધું છે.

તેમણે આગળ કહ્યું કે તમામ સુચનોને ધ્યાનમાં રાખતાં ભારતમાં લોકડાઉનને હવે ત્રણ મે સુધી વધારવામાં આવ્યું છે. ૩ મે સુધી આપણે તમામે લોકડાઉનમાં જ રહેવું પડશે. આ દરમિયાન આપણે શિસ્તનું એવી રીતે જ પાલન કરવાનું છે જેવું આપણે પહેલાંથી કરતાં આવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે મારી તમામ દેશવાસીઓને પ્રાર્થના છે કે કોરોનાને આપણે કોઈ પણ કિંમતે નવા ક્ષેત્રમાં ફેલાવા દેવો નથી.

મોદીએ જણાવ્યું કે સ્થાનિક સ્તરે કોરોનાનો એક પણ દર્દી વધે છે તો તે આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. મારી તમામ દેશવાસીઓને પ્રાર્થના છે કે હવે કોરોના વાયરસને આપણે ફેલાવા દેવો નથી એટલા માટે આપણે હોટસ્પોટને લઈને વધુ સાવધાની રાખવી પડશે. જે સ્થળો હોટસ્પોટમાં તબદીલ થવાની આશંકા છે તેના ઉપર સરકાર બાજનજર રાખી રહી છે.

મોદીએ કહ્યું કે આગલા એક સપ્તાહમાં કોરોના વિરુદ્ધ લડાઈમાં વધુ કઠોરતા રાખવામાં આવશે. ૨૦ એપ્રિલ સુધી દરેક તાલુકા, જિલ્લા, રાયને પરખવામાં આવશે અને ત્યાં લોકડાઉનનું કેટલું પાલન થ, રહ્યું છે, એ ક્ષેત્રને કોરોનાને ખુદથી કેટલું બચાવ્યું એ જોવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે જે ક્ષેત્ર આ અિપરીક્ષામાં સફળ થશે, યાં હોટસ્પોટ નહીં હોય અને તે સ્થળની હોટસ્પોટમાં બદલવાની આશંકા ઓછી હશે ત્યાં ૨૦ એપ્રિલથી અમુક જરૂરી ગતિવિધિઓની પરવાનગી આપવામાં આવશે. એટલા માટે ન ખુદ કોઈ લાપરવાહી રાખવી અને ન કોઈ બીજાને લાપરવાહીકરવા દેવી, આ માટે આવતીકાલેસરકાર દ્રારા એક વિસ્તૃત ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here