સમ્રગ દેશમાં પહોંચ્યું ચોમાસુ; ઉત્તર પ્રદેશ દિલ્હી અને ગુજરાતમાં પણ વરસાદ

ગુજરાત અને રાજસ્થાનમાં મોસમી વરસાદની શરૂઆત થતાં જ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દેશભરમાં દસ્તક આપી છે. આ માહિતી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 8મી જુલાઈની સામાન્ય તારીખના છ દિવસ પહેલા શનિવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દેશભરમાં દસ્તક આપી છે.
ગઈકાલે ગુજરાતમાં પણ અનેક શહેરોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. સુરતથી લઈને સૌરાષ્ટ્ર ના અનેક શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજકોટમાં સાવ ઇંચ વરસાદ પડ્યો હતો જયારે ગોંડલ પંથકમાં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.

અનેક ભાગોમાં પાણી ભરાયા છે
છેલ્લા બે દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે દિલ્હીથી ઘણા ભાગોમાં પાણી ભરાઈ જવાના સમાચાર પણ આવી રહ્યા છે. અહીં, સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR)ના ડેટા અનુસાર, દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 9 વાગ્યે સંતોષકારક (71) કેટેગરીમાં નોંધાયો હતો. હવામાન વિભાગે ઝારખંડના પલામુ જિલ્લામાં આગામી કેટલાક કલાકોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજધાની રાંચીમાં ચોમાસાના આગમનના 15 દિવસ બાદ શુક્રવારે ભારે વરસાદ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here