સપ્ટેમ્બર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યા બાદ બુધવારે ડીઝલ અને પેટ્રોલમાં લિટરે 15-15 પૈસાનો ઘટાડો બાદ ગુરુવારે અને આજે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓઇલ દ્વારા સ્થિર રાખવામાં આવ્યા છે.
છેલ્લા બે દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રતાંખવામાં આવતા દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 101.34 પૈસા અને ડીઝલનો ભાવ 88.77 પાર સ્થિર રાખવામાં આવ્યો છે જયારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 107.39 અને ડીઝલનો ભાવ પ્રતિ લિટરે 96.33 પર જોવા મળી રહ્યો હતો. અન્ય શહેરની વાત કરીએ તો ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 99.08 અને ડીઝલનો ભાવ 93.38 હતો. આ સાથે કલકત્તામાં પેટ્રોલનો ભાવ 101,72 અને ડીઝલનો ભાવ 91.84 પર જોવા મળ્યો હતો. જ્યારે ભોપાલમાં પેટ્રોલનો ભાવ 109.58 અને ડીઝલનો ભાવ 97.40 પર છે. અહીં પેટ્રોલનો ભાવ સૌથી વધુ જોવા મળી રહ્યો છે.