જ્યારે શંકા હોય ત્યારે લાંબાગાળાનું વિચારો

113

મહેન્દ્ર જાજૂ : સીઆઇઓ, ફિક્સ્ડ ઇન્કમ, મિરાઈ એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઇન્ડિયા

આપણે અત્યારે ખરેખર રસપ્રદ સમયમાં જીવી રહ્યા છીએ, આપણા પાર્ટનર સાથેના ફોનમાં આપણે એક પોલ હાથ ધરીએ છીએ, જેમાં તેને પૂછીએ છીએ કે, શું આરબીઆઇ રેપોરેટ કર કરશે કે સ્થિર રાખશે કે તેને વધારશે. રસપ્રદ પ્રતિસાદમાં એક સરખી સંખ્યામાં ભાગલેનારાને એવું લાગે કે, તે સ્થિર રાખશે કે, ઓછા કરશે જ્યારે એક નાનકડું જૂથ એવું છે, જેને લાગે છે કે, હાલના સમયમાં કદાચ વ્યાજદર વધી શકે છે. પ્રવર્તમાન પરિસ્થિતિને જોતા કોઈપણ જવાબ સરળ નથી.

આ વર્ષની શરૂઆતમાં જ્યારે કોવિડ-19 રોગચાળો પ્રથમ વખત ત્રાટક્યો હતો, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)નું પ્રાથમિક ધ્યાન નાણાકીય સ્થિરતા અને બજારને વિશ્વાસમાં લેવા પર હતું. તેના પ્રાથમિક લક્ષ્યાંકને સફળતાપૂર્વક હાંસિલ કર્યા બાદ, હવે તેનું ધ્યાન વધુ પરંપરાગત આર્થિક સુચકાંક જેવા કે, ફૂગાવો, નાણાકીય ખાધ અને કરન્સીની અફડા-તફડી પર છે, ત્યાં સુધી કે, સરકાર પણ હવે ધીમે-ધીમે લોકડાઉન ખોલવાની પ્રક્રિયામાં છે, જેનાથી સામાન્ય પરિસ્થિતિને ફરીથી સેટ કરી શકાય. છેલ્લા મહિના કે તેનાથી વધુ સમયથી ફૂગાવો આરબીઆઇના લક્ષ્યાંક 6 ટકા કે, તેનાથી ઉપર છે, જ્યારે ફૂગાવાના ભવિષ્યના મૂલ્યાંકન કરતી વખતે, આપણે બે બાબતને ધ્યાને લેવી જરૂરી છે. એક છે, પૂરવઠા ચેઇનમાં વિક્ષેપને લીધે આગળના મહિનાના ફૂગાવામાં અસર થઈ હતી. હવે, જ્યારે આર્થતંત્ર ધીમે-ધીમે ખૂલી રહ્યું છે, લોજિસ્ટિક મુશ્કેલીપણ જલ્દીથી પરી થઈ જશે તો, થોડી ઘણી મુશ્કેલીઓ જલ્દીથી ઉકેલાઈ જશે. બીજું, એક સામાન્ય ચોમાસુએ ખોરાકની કિંમતનેકાબુમાં રાખશે, આમ જોવા જઈએ તો, ફૂગાવાના બાસ્કેટ પર સૌથી વધુ ભાર આ જ બાબતનો છે. તો, કોઈપણ વ્યક્તિ એવું તારણ કાઢી શકે છે કે, આગામી કેટલાક ત્રિમાસિકગાળામાં ફૂગાવો ધીમે-ધીમે કાબુમાં આવી શકે છે.

તેમ છતા પણ તે, ફૂગાવાના મુદ્દાને સંબોધે તો, હાલના તબક્કે સૌથી મોટી ચિંતા એ છે કે, આગામી ત્રિમાસિકગાળામાં વૃદ્ધિ ઘટવાની સંભાવના છે. જ્યારે આરબીઆઇ રેટકટ પર અટકે તો, વૃદ્ધિને ટેકો આપવા માટે નીચા વ્યાજદરની ખાતરી જરૂરી છે, આને તે બિન-નાણાકીય ટૂલ્સ, જેવા કે, ઓએમઓ કે ઓપરેશન ટ્વિસ્ટ દ્વારા કરી શકે છે.

નાના રોકાણકારો માટે આનો અર્થ શું છે? આ પરિસ્થિતિમાં તેને શું કરવું જોઈએ?હું એવું સુચન કરીશ કે, વ્યાજદર રેન્જ-બાઉન્ડ કે નીચલા સ્તર પર રહેવાની શક્યતા છે. રોકાણકારોએ તેના રોકાણના હોરાઈઝન અને જોખમની પ્રાથમિક્તા અનુસારડેટ ફંડ આધારીત રોકાણમાં ચાલુ રહેવું જોઈએ, પરંતુ લાંબાગાળા માટે. સામાન્ય નિરિક્ષણ તરીકે, લાંબાગાળાના રોકાણમાં જ્યાં રોકાણકારોની પાસે અફડા-તફડીમાં પણ ઓછામાં ઓછી એક પૂરી વ્યાજદર સાયકલની સાથે જોડાયેલા રહેવાનું ધૈર્ય હોય, જે સારું કામ આપે છે. તેઓ મધ્યમથી લાંબાગાળાના ફંડ જેવા કે, બેન્કિંગ પીએસયુ ફડ્સ, ડાયનેમિક્સ બોન્ડ ફંડ કે શોર્ટ- ટર્મ ફંડ્સને ધ્યાને લઈ શકે છે. મહત્વની બાબત એ છે કે, ધૈર્ય ધરો અને ફંડામેન્ટ્લસ તથા ઉચ્ચ શાખની ગુણવત્તાને વળગી રહો.

તાજેતરમાં, રોગચાળો ફાટી નિકળો છે અનેઆક્રમક શાખમાં ઉચ્ચ જોખમી ફંડમાં રોકાણને સંબંધેરોકાણકારોના કેટલાક ભાગને અસ્પષ્ટ અનુભવ થયો હતો, મોટો જટકો લાગ્યો હતો, જે આ શ્રેણીની આસપાસની કેટલીક નકારાત્મક ચર્ચાઓને આધિન હતું. જો કે, સમગ્ર પણે જોઈએ તો, ડેટ ફંડ હજી પણ રોકાણકારોના વિશ્વાસને માણી રહ્યું છે. આ એકંદરે ડેટ ફંડમાં ઓલ-ટાઇમ હાઈ એયુએમને દર્શાવવામાં આવ્યા છે. એમએફઆઇ ડેટા દર્શાવે છે કે, જુલાઈ 2020માં ડેટ ફંડ એમએફમાં રૂ.91392 કરોડનો ઇન્ફ્લો હતો. ક્રેડિટ રિસ્ક ફંડ્સ જેવા કેટલાકને છોડીને મોટાભાગની શ્રેણીમાં ઇન્ફ્લો જોવા મળ્યો છે. આ ડેટા, ડેટ ફંડમાં આત્મવિશ્વાસને દર્શાવે છે. એ જ રીતે, આ દર્શાવ છે કે, રોકાણકારો ક્રેડિટ્સ પ્રત્યે સાવધ છે અને તેનાથી દૂર રહે છે.

હાલમાં બજારની અનિશ્ચિતતા પહેલા કરતા વધુ સંપતિની ફાળવણીના મહત્વને જ હાઈલાઈટ કરે છે. ફરીથી કહું છું કે, રોકાણકારોએ તેમના જોખમ અનુસાર સમગ્ર એસેટ ક્લાસમાં વૈવિધ્ય લાવવું જોઈએ. ડેટ ફંડમાં પણ સમગ્ર સમયગાળા અનુસાર દરેક પ્રકારની રોકાણની જરૂરિયાતને પૂરી કરતી શ્રેણીઓની રેન્જ છે અને જો કોઈપણ વ્યક્તિ હજી પણ અનિશ્ચિત હોય તો, એસઆઇપીએ હંમેશા સારો વિકલ્પ છે. જેનાથી રોકાણને લાંબાસમય સુધી કરી શકાય અને સરેરાશનો લાભ પણ મેળવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here