ટોયોટો 28 સપ્ટેમ્બરે ભારતમાં પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ કારનું અનાવરણ કરશે

નવી દિલ્હી: ટોયોટા 28 સપ્ટેમ્બરે ભારતમાં પ્રથમ ફ્લેક્સ-ઇંધણથી ચાલતી કારનું પ્રદર્શન કરશે. ઇવેન્ટમાં જે કારનું અનાવરણ કરવામાં આવશે તે ટોયોટા કોરોલા હાઇબ્રિડ હશે, જે હાલમાં બ્રાઝિલ જેવા બજારોમાં વેચાણ પર છે. આ નવું મોડલ બ્રાઝિલમાં જ બનાવવામાં આવ્યું છે. આ કારમાં ઇથેનોલ મિશ્રિત ઇંધણનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ (autocarpro.in) અનુસાર, કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરી દિલ્હીમાં એક ઈવેન્ટમાં કારનું અનાવરણ કરશે.

14 સપ્ટેમ્બરના રોજ ઓટોમોટિવ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ACMA) ના 62મા વાર્ષિક સત્રમાં બોલતા મંત્રી ગડકરીએ કહ્યું હતું કે તેઓ સપ્ટેમ્બરમાં ભારતમાં પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ કારનું અનાવરણ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here