ક્વોટા સિસ્ટમ વગર ખાંડના ભાવને નિયમિત રાખવા  માટે એક મિકીનીઝમની આવશ્યકતા છે:રોહિત પવાર

2018-19 ની સુગર સીઝન  શરુ થવા જઈ  રહી છે ત્યારે ઘણા મિલ માલિકોએ ખેડૂતોને ચૂકવા માટે હાથ ઊંચા કરી દીધા છે અને અથવા તો એમની હાલ ક્ષમતા ન હોવાની વાત કરી છે.મહારાષ્ટ્ર રાજ્ય આ વખતે 1049 લાખ ટન  શેરડી પીલાણ કરવાની અપેક્ષા આ રાજ્ય રાખી રહ્યું છે ત્યારે શેરડીના ખેડૂતો અને મિલ ધારકો માટે ઘણી નવી સમસ્યા સામે આવી રહી છે અને તેમાં પણ હવે ભૂગર્ભ જળના વપરાશ અંગે પણ પોલિસી બની છે ત્યારે એક વધુ સંકટ ઉભું થવા જઈ  રહ્યું છે ત્યારે ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશનના નવા વરાયેલા પ્રમુખ રોહિત પાવર પાસેથી ઘણી મોટી આશા રાખવામાં આવી રહી છે.ભારતના ભૂતપૂર્વ કૃષિ મંત્રી શરદ પવારના ગ્રાન્ડ નેવ્યુ  રોહિત પવાર માને છે કે આ ઉદ્યોગમાં હજુ ઘણું થઇ શકે તેમ છે

જોકે રોહિત પવારની સામે સૌથી મોટો પ્રશ્ન સીઝનની શરૂઆત માં એ છે કે  મિલ ધારકો માટે ફેઇર એન્ડ રેમુંનેરેટિવ પ્રાઇસ આપવી શક્ય બનશે ખરી? જોકે આ મુદ્દે ખુદ રોહિત પવાર માને છે કે નાણાકીય રીતે  જોઈએ તો એક વિકટ સમય છે કારણ કે ઇન્ડસ્ટ્રી પાસે કેશ ફ્લો  જેવું કશું છે નહિ.અને તેજ સૌથી  મોટોપ્રશ્ન  પણ છે. ખાંડના  ભાવને કંટ્રોલ કરવા માટે જે રિલીઝ મિકીનીઝમ સાકરાર દ્વારા પાનવામાં આવ્યું તેની વિપરીત અસર ઇન્ડસ્ટ્રી પર પડી છે અને નાણાકીય ભીડનો સામનો કરવો પડી રહ્યો છે અને તેને કારણે શેરડી ઉગાડનારા ખેડૂતોને સમયસર પૈસા આપવામાં તકલીફ પડી શકે તેમ છે.

બીજી વાત એ પણ છે કે સરકાર દ્વારા અનેક સ્ટેપ્સ તો લેવામાં આવ્યા પણ  એક પ્રશ્ન એ પણ છે કે આંતરરાષ્ટ્રીય ભાવ અને બેન્ક દ્વારા ખાંડની જે વેલ્યુએશન કરવામાં આવે છે તેમાં પણ ભારે તફાવત જોવા મળે છે અને એક્સપોર્ટ કરનારા મિલ ધારકોને બેન્કના નિયમો મુજબ નાણાં  ચૂકવા પણ  પડે છે જોકે સિનિયર લીડર અજિત પાવર કોઓપરેટીવ બેન્ક સાથે વાટાઘાટો ચલાવીને આ પ્રશ્નનું  નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે માટે પ્રયત્નશીલ છે.સાથોસાથ ઘણી મિલોને ગોડાઉન  ન હોવાને કારણે પણ ઘણી તકલીફ પડી શકે તેમ છે અને આ અખંડ પર બેન્ક પણ લોન આપતી નથી અને એક વધુ પ્રશ્ન પણ ઉભો કરે છે

આ વર્ષે સતત બીજા વર્ષે મહારાષ્ટ્રમાં શેરડીનો મબલખ પાક થવા જય રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા હવે ભૂગર્ભ જળ અંગે નવેસરથી મંજૂરી લેવી પડશે  તે અંગે રોહિત પવારે જણાવ્યું હતું કે ખેડૂતને પૂરતી તક કે ઉત્પાદન કરવા વિકલ્પ આપ્યા વગર આ પ્રકારની પોલિસી બનાવી  અને તે માટે કોઈ એજન્સી નીમવી થોડી અનએથિકલ છે કારણ કે મોટા ભાગનો પાક જે મિનિમમ સપોર્ટ પ્રાઈઝમાં આવે છે તે માર્કેટમાં એજ ભાવે ઉભો રહી શકતો નથી અને જ્યાં સુધી સરકાર 100 ખાતરી ન આપે કે જે પાક થશે તે 100 ટાકા સરકાર કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ થી ખરીદી લેશે ત્યાં સુધી આ પગલું થોડું હિતાવહ નથી એમ હું માનું છે

આપ ઇસ્માના  નવા પ્રમુખ એવા સમયે બન્યા છો કે જ્યારે આ ઉદ્યોગ  એક મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે તમારી પ્રાયોરિટી શું હશે તેવું પૂછતાં રોહિત પવારે જણાવ્યું હતું કે મારી પહેલાના ઇસ્માના પ્રમુખ દ્વારા પણ સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ માટે  ભારે મેહનત કરવામાં આવી હતી.અમારી પેહેલી પ્રાથમિકતા ઈથનોલ પોલીસીનો સ્વીકાર હશે કારણ કે હવે ખાંડ થી ઈથનોલ તરફ ડાઇવર્ટ થવું જરૂરી બન્યું છે  હવે જે જરૂરી છે તે કેન પેમેન્ટ પોલિસી ફિક્સ કરવાની જરૂર છે હાલ FRP  સુગર કિમંત સાથે સંકરાયેલી નથી અને તે એક મોટો પ્રશ્ન પણ ઉભો કરે છે.હું એવું માનું છું કે ક્વોટા સિસ્ટમ વગર એક એવું મિકીનીઝમ તૈયાર કરવું જોઈએ કે જે સુગર પ્રાઈઝને મેઈન્ટેઈન કરે  અને કોઈપણ ભોગે FRP માં  લિંક તો થઇ જવું જોઈએ  અને જો એ થઇ જશે તો ખાંડ ઉદ્યોગને બહુ પ્રશ્નો સામનો કરવો નહિ પડે.

શરદ પવારના ગ્રાન્ડ નેવ્યુ હોવાને કારણે રાજકરણમાં આવું સહેલું બન્યું કે અઘરુંબન્યું છે તેવું પૂછતાં રોહિત પવારે જણાવ્યું હતું કે પ્લસ સાઇડથી વિચારીયે તો એક થોટ પ્રોસેસ  અને સ્ટ્રેટેજી જે હોઈ  છે તે મને અહીં રેડીમેડ  મળી છે.હા એક એડવાન્ટેજ જરૂર હોઈ છે પણ પરફોર્મ કરવા માટેનું પ્રેસર પણ કાયમ હોઈ છે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here