કોરોના દેશમાં દરરોજ નવા રેકોર્ડ બનાવે છે; વધુ 59,118 દર્દીઓ સામે આવ્યા

દેશમાં કોરોનાવાયરસની સ્થિતિ દિન પ્રતિદિન વિકટ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 59,118 નવા કેસ નોંધાયા છે, જે ઓક્ટોબર 2020 પછીના સૌથી વધુ દૈનિક કેસ છે. આ સાથે હવે દેશમાં કેસની સંખ્યા 1,18,46,652 પર પહોંચી ગઈ છે.

છેલ્લા 2 અઠવાડિયાથી, કિસ્સાઓમાં સતત વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર નવા કેસો માટે મહારાષ્ટ્ર અને પંજાબ સૌથી જવાબદાર છે. દરરોજ મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા છે.

હાલ ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,12,64,637 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 32,987 દર્દીઓ સાજા થયા છે .જયારે 24 કલાકમાં વધુ 257 દર્દીઓના મોત નિપજ્યા છે. હાલ 1,60,949 દર્દીના મોત અત્યાર સુધીમાં ભારતમાં નોંધાયા છે.

ભારતમાં રસીકરને વધુ ઝડપી બનાવાયું છે અને ગઈકાલ રાત સુધીમાં 5,55,04,440 લોકોને રસી મૂકી દેવામાં આવી છે.

આ છે ભારતના પાંચ રાજ્ય કે જ્યાં સૌથી વધારે એક્ટિવ કેસ છે

રાજ્ય એક્ટિવ કેસની સંખ્યા
મહારાષ્ટ્ર 2,64,001
કેરળ 24,690
પંજાબ 21,405
કર્ણાટક 18,226
છત્તીસગઢ 14,318

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here