નવી દિલ્હી ;કાબુલ તાલિબાનના હાથમાં ગયા બાદ આ અનિશ્ચિત સમયમાં અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર નોંધપાત્ર રીતે પ્રભાવિત થશે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) ના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં રાજકીય ઉથલપાથલને જોતા સ્થાનિક નિકાસકારોએ સાવચેતી રાખવી જોઈએ.
અજય સહાયે કહ્યું કે બિઝનેસને અસર થશે. અફઘાનિસ્તાનમાં વધતી અનિશ્ચિતતા વેપારમાં ઘટાડો કરશે. FIEO ના ભૂતપૂર્વ પ્રમુખ અને દેશના અગ્રણી નિકાસકાર એસ.કે.સરાફે પણ કહ્યું કે દ્વિપક્ષીય વેપાર ઘટશે. સરાફે જણાવ્યું હતું કે, તેઓને અમારા ઉત્પાદનોની જરૂર હોવાથી અમે બધું ગુમાવી શકતા નથી.















