વિરૂધુનગર: જિલ્લાના શેરડીના ખેડૂતોએ શુક્રવારે અહીં કલેકટર કચેરી ખાતે ધરણી સુગર્સ પાસેથી 10 કરોડના લેણાંની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોની ફરિયાદ નિવારણ બેઠકમાં ઘણા ખેડૂતો શર્ટ વગર આવ્યા અને મિલ સામે અનોખું આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો હતો. તમિલનાડુ વિવાસયાગલ સંગમ સંગઠન જિલ્લા પ્રમુખ એન.એ રામચંદ્ર રાજાએ જણાવ્યું હતું કે, “મિલ છેલ્લા બે વર્ષથી ખેડૂતને બાકી ચૂકવતું નથી, અને હવે મિલ બંધ થઈ ગઈ છે.
ધ હિન્દુ.કોમમાં છપાયેલા સમાચાર અનુસાર તેમણે કહ્યું કે ખેડૂતો છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. કલેકટર જે. મેઘનાથ રેડ્ડીએ ખેડૂતોના લેણાં ચૂકવવા કાર્યવાહી શરૂ કરવાનું વચન આપ્યું હતું. દરમિયાન, ખેડૂતોએ જણાવ્યું હતું કે વિરૂધુનગર જિલ્લામાં આશરે 10,000 એકરમાં શેરડી ઉગાડવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્રને ઉભા પાકને અન્ય ખાંડ મિલમાં ખસેડવા માટે પગલા લેવાની માંગ કરી છે. રામચંદ્ર રાજાએ કહ્યું કે, અમે કલેક્ટરને વિનંતી કરી છે કે પાકને કોઈપણ ખાંડ મિલમાં તબદીલ કરો જે અમને તાત્કાલિક ચૂકવણી કરી શકે.












