નવી દિલ્હી: ધ ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર, આ તહેવારોની સિઝનમાં બે મુખ્ય અનાજ ચોખા અને ઘઉંના ભાવ બે અલગ-અલગ દિશામાં આગળ વધી રહ્યા છે. વર્તમાન તહેવારોની સિઝનમાં ઘઉંના ભાવમાં 4%નો વધારો થયો છે, જ્યારે ચોખાના ભાવમાં ઘટાડો થયો છે. બાસમતી ચોખાના ભાવમાં 12%નો ઘટાડો થયો છે, જ્યારે બિન-બાસમતીના ભાવમાં 5% સુધીનો ઘટાડો થયો છે.
રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (RFMFI)ના પ્રમુખ અંજની અગ્રવાલે જણાવ્યું હતું કે નવો પાક આવે ત્યાં સુધી ઘઉંના ભાવ સ્થિર રહેશે, બજારમાં બાસમતી ચોખાના ભારે આગમનથી તેના ભાવમાં ઘટાડો થયો છે.
ધ ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, એક મહિના પહેલા ઘઉંની કિંમત 2,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની આસપાસ હતી, પરંતુ દિલ્હીમાં હવે ઘઉંના ભાવ 2,525-2,550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના પ્રાઇસ બેન્ડમાં ટ્રેડ થઈ રહ્યા છે.