વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. પી. શર્મા ઓલીને નેપાળના વડાપ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત અને નેપાળ વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા સાથે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.
મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:
“નેપાળના વડા પ્રધાન તરીકે તમારી નિમણૂક બદલ @kpsharmaoli ને અભિનંદન. હું અમારા બંને દેશો વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા અને અમારા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પરસ્પર લાભદાયી સહયોગને વધુ વિસ્તૃત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું. @PM_nepal_”















