મુંબઈ:
લગભગ 17 વર્ષ પછી IPO માર્કેટમાં કોઈ કંપનીના IPOને ₹4 લાખ કરોડથી વધુ બિડ મળી હતી અને હવે તેની સ્થાનિક માર્કેટમાં આજે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. LG Electronicsના IPOને રોકાણકારોનો શાનદાર પ્રતિસાદ મળ્યો હતો અને ઓવરઓલ તેને 54 ગણાથી વધુ બિડ મળી હતી. IPO હેઠળ ₹1140ના ભાવ પર શેર જારી થયા છે. આજે BSE પર તેની ₹1715.00 અને NSE પર ₹1,710.10 પર એન્ટ્રી થઈ છે એટલે કે IPO રોકાણકારોને 50%નું લિસ્ટિંગ ગેઇન મળ્યું. લિસ્ટિંગ પછી શેર વધુ ઉંચા ગયા. ઉછળીને BSE પર તે ₹1715.60 ના અપર સર્કિટ પર પહોંચી ગયા એટલે કે, IPO રોકાણકાર હવે 50.49% નફામાં છે.
LG Electronicsનો ₹11,607.01 કરોડનો IPO સબ્સ્ક્રિપ્શન માટે 7-9 ઓક્ટોબર સુધી ખુલ્લો હતો. આ IPOને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને ઓવરઓલ તે 54.02 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. તેમાં ક્વાલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે આરક્ષિત હિસ્સો 166.51 ગણો (એક્સ-એન્કર), નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII)નો હિસ્સો 22.44 ગણો અને રિટેલ રોકાણકારોનો હિસ્સો 3.55 ગણો અને એમ્પ્લોયીઝનો હિસ્સો 7.62 ગણો ભરાયો હતો. આ IPO હેઠળ કોઈ નવા શેર જારી થયા નથી પરંતુ ઓફર ફોર સેલ વિન્ડો હેઠળ ₹10ની ફેસ વેલ્યુવાળા 10,18,15,859 શેર વેચાયા છે. કારણ કે, ઇશ્યુ ઓફર ફોર સેલનો હતો તો કંપનીને IPOના પૈસા મળ્યા નથી પરંતુ શેર વેચનારા શેરહોલ્ડર્સને મળ્યા છે.
જોકે આજે માર્કેટ સવારે 450 નીચે ખુલ્યા બાદ થોડી રિકવરી થઈ હતી. જોકે માર્કેટ બંધ થઈ ત્યારે સેન્સેક્સ 287 પોઇન્ટ નીચે ટ્રેન થઈ રહ્યો છે જ્યારે નિફ્ટી 105 પોઈન્ટ નીચે જોવા મળી રહી છે.
ટાટા મોટર્સ ના ડી મર્જરને કારણે આજે શેર બજારની શરૂઆત થોડી નેગેટિવ લાગી હતી.શરૂઆતમાં માર્કેટ નીચે જોવા મળ્યું હતું.એક સમય નિફ્ટી 25100 ની નીચે ચાલ્યો ગયો હતો. આજે ઓટો આઈ ટી તેમજ બેન્કિંગ શેરોમાં નફો વસૂલવામાં આવ્યો હતો.