આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદીના ભાવે જોરદાર તેજી નોંધાવી છે આજે માર્કેટ તો સવારે ખુલતા ની સાથે જ ચાંદી એક કિલોના ત્રણ લાખ રૂપિયા પાર થઈ ગઈ હતી. સવારના સત્રમાં જ ચાંદીમાં 11,000 નો વધારો નોંધાયો હતો. જ્યારે સોનામાં પણ ₹2,000 નો વધારો નોંધાતા બંને ધાતુમાં જોરદાર તેજી જોવા મળી હતી.
છેલ્લા એક મહિનામાં ચાંદીમાં 28% નું રિટર્ન જોવા મળી રહ્યું છે. એક વર્ષની વાત કરીએ તો ચાંદીમાં 200% ઉપરનું રિટર્ન રોકાણકારોને મળ્યું છે. આજે સવારે એમસીએક્સ માં ચાંદી 2,99,400 ઉપર ખુલી હતી જે બપોરે એમસીએક્સ માં 3, 02,450 સુધી પહોંચી હતી. એટલે કે આજના દિવસમાં ચાંદીમાં લગભગ 15 હજાર રૂપિયાનો વધારો નોંધાતા ત્રણ લાખની સપાટી પણ ક્રોસ કરી હતી. રાજકોટ અને અમદાવાદની માર્કેટમાં ચાંદીનો ભાવ 3, 06,000 પ્રતિ કિલોના ભાવની ઉપર જોવા મળ્યો હતો.
બીજી તરફ સોનામાં પણ તેથી યથાવત જોવા મળી હતી આજે એમસીએક્સ માં સોનું 1,44,900 ને પાર થયું હતું. રાજકોટ અને અમદાવાદની હાજર બજારમાં સોનાનો ભાવ ₹1,48,600 જોવા મળ્યો હતો.
વેંઝુયેલા સામે અમેરિકાના આક્રમણ તેમજ ગ્રીનફિલ્ડ કબ્જે કરવાની અમેરિકી કવાયત ના ભાગરૂપે બંને ધાતુમાં જોરદાર તેથી જોવા મળી રહી છે. બીજી બાજુ સેન્ટ્રલ બેન્ક દ્વારા સોનાની ધૂમ ખરીદી કર્યા બાદ હવે ચાંદી તરફ ખરીદીનો મોડ પણ આવ્યો છે આવનારા દેશોમાં સેન્ટ્રલ બેન્ક ચાંદીની ખરીદી પણ શરૂ કરી શકે છે. વર્તમાન જીઓ પોલિટિકલ સિચ્યુએશન તેમજ અમેરિકામાં વ્યાસદાર ઘટાડાના પગલે સોના અને ચાંદીમાં છેલ્લા ચાર મહિનાથી આ બેકાબૂ તેજી જોવા મળી રહી છે.














