ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંકો સોમવારે તેમની તેજી ચાલુ રાખતા સેન્સેક્સ 544.39 પોઈન્ટ અને નિફ્ટી 390.70 પોઈન્ટ વધીને બંધ થયા.
બીએસઈ સેન્સેક્સ 78,639.03 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 24,774.30 પર બંધ થયો.
નિફ્ટીમાં ટોચના ગેઇનર્સ ઇન્ટરગ્લોબ એવિએશન, ટીસીએસ, ઇન્ફોસિસ, શ્રીરામ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વ હતા, જ્યારે સન ફાર્મા, એપોલો હોસ્પિટલ્સ, સિપ્લા, ઓએનજીસી અને ભારતી એરટેલ સૌથી વધુ લુઝર હતા.
નિફ્ટી મીડિયા અને ફાર્મા સૂચકાંકો સિવાયના તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા અને નિફ્ટી આઈટી સૂચકાંક 2 ટકાથી વધુ વધીને ટોચના ગેઇનર તરીકે ઉભરી આવ્યો.
નિફ્ટી મિડકેપ 100 સૂચકાંક 0.7ટકા વધ્યો જ્યારે નિફ્ટી સ્મોલકેપ 1.2 ટકા વધ્યો.
ઇન્ડિયા VIX 1.44 ટકા વધીને 11.93 થયો હતો જે બજારમાં અસ્થિરતામાં વધારો દર્શાવે છે.
પાછલા ટ્રેડિંગ સત્રમાં, સેન્સેક્સ ૭૮,૦૯૪.૬૪ પર સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી ૨૪,૩૮૩.૬૦ પર બંધ થયો હતો.















