પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના સલાહકાર અબ્દુલ રઝાક દાઉદે ભારત સાથે વેપાર ફરીથી ખોલવાની હિમાયત કરી છે.
ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધા બાદ ઓગસ્ટ, 2019થી બંને દેશો વચ્ચેનો વેપાર સ્થગિત છે.
‘ડોન ન્યૂઝ’ અખબારના અહેવાલ મુજબ, “દાઉદે કહ્યું કે ભારત સાથે વેપાર એ આજે સમયની જરૂરિયાત છે.
જ્યાં સુધી વાણિજ્ય મંત્રાલયનો સવાલ છે, અમે ભારત સાથે વેપાર કરવા ઈચ્છીએ છીએ. જ્યાં સુધી મારા સ્ટેન્ડનો સવાલ છે, અમે ભારત સાથે વેપાર ખોલવા માંગીએ છીએ.
દાઉદ ટેક્સટાઈલ, ઈન્ડસ્ટ્રી, પ્રોડક્શન અને ઈન્વેસ્ટમેન્ટ પર વડાપ્રધાનના સલાહકાર છે.
સમાચારમાં દાઉદને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “ભારત સાથેનો વેપાર બધા માટે ફાયદાકારક છે. ખાસ કરીને પાકિસ્તાન માટે. હું આને સેકન્ડ કરું છું.” દાઉદના આ નિવેદન બાદ ભારત-પાકિસ્તાનના દ્વિપક્ષીય વેપાર સંબંધો આંશિક રીતે ફરી શરૂ થવાની સંભાવના છે. ભારતે 5 ઓગસ્ટ, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કર્યા પછી બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો સ્થગિત છે.
માર્ચ 2021 માં, પાકિસ્તાનની આર્થિક સંકલન સમિતિએ ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. જો કે, આ નિર્ણય તરત જ પાછો ખેંચી લેવામાં આવ્યો હતો કારણ કે પાકિસ્તાન નાણા મંત્રાલયે તમામ હિતધારકો સાથે સલાહ લીધી ન હતી.












