બાંગ્લાદેશના વાણિજ્ય મંત્રાલયે નેશનલ બોર્ડ ઓફ રેવન્યુને ડુંગળી, ખાંડ અને ખાદ્યતેલ પરની તમામ આયાત જકાતને અત્યારે સ્થગિત કરવા કહ્યું છે જેથી ભાવ આસમાને ન પહોંચે.
મીડિયા અહેવાલો અનુસાર, આવશ્યક ચીજવસ્તુઓના સ્ટોક, પુરવઠા, આયાત અને ભાવની સ્થિતિની સમીક્ષા માટે બેઠક બાદ વાણિજ્ય મંત્રી ટીપુ મુનશીએ જણાવ્યું હતું કે, “અમે તેને (બજાર) ને નિયંત્રણમાં રાખવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ.”
ખાંડની આયાત પર પૂરક અને એડવાન્સ ડ્યુટી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવા વિનંતી કરવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે દેશમાં ખાંડ અને ખાદ્ય તેલના ભાવ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે.















