મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જુલાઈ 2025 માટે બેંક રજાઓની યાદી જાહેર કરી છે, જેમાં બેંકો કુલ 13 દિવસ બંધ રહેશે. આમાં રવિવાર, બીજો અને ચોથો શનિવાર તેમજ વિવિધ રાજ્યોના પ્રાદેશિક અને ધાર્મિક તહેવારોની રજાઓનો સમાવેશ થાય છે. આ 13 દિવસોમાં બેંક શાખાઓ બંધ રહેશે, પરંતુ UPI, નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને ATM જેવી ડિજિટલ બેંકિંગ સેવાઓ સંપૂર્ણપણે કાર્યરત રહેશે.
3 જુલાઈ 2025 (ગુરુવાર): ખારચી પૂજાને કારણે ત્રિપુરાના અગરતલામાં બેંકો બંધ રહેશે. 5 જુલાઈ 2025 (શનિવાર): ગુરુ હરગોવિંદ જી જયંતિને કારણે જમ્મુ અને શ્રીનગર બેંક રજા. ૬ જુલાઈ ૨૦૨૫ (રવિવાર): ભારતભરમાં બેંકો બંધ રહેશે કારણ કે તે સાપ્તાહિક રજા છે. 7 જુલાઈ 2025 (સોમવાર): મોહરમના કારણે મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. 12 જુલાઈ 2025 (શનિવાર): બીજો શનિવાર હોવાથી ભારતભરમાં બેંકો બંધ રહેશે. 13 જુલાઈ 2015 (રવિવાર): સાપ્તાહિક રજાને કારણે ભારતભરમાં બેંકો બંધ રહેશે. 14 જુલાઈ 2025 (સોમવાર): બેહ દિનખલામના કારણે મેઘાલય (શિલોંગ) માં બેંકો બંધ રહેશે. 16 જુલાઈ 2025 (બુધવાર): હરેલા તહેવારના કારણે ઉત્તરાખંડ (દેહરાદૂન) માં બેંકો બંધ રહેશે. 17 જુલાઈ 2025 (ગુરુવાર): યુ તિરોટ સિંહની પુણ્યતિથિના કારણે મેઘાલય (શિલોંગ) માં બેંકો બંધ રહેશે. 19 જુલાઈ 2025 (શનિવાર): કેર પૂજા – ત્રિપુરા (અગરતલા) ના કારણે બેંકો બંધ રહેશે. 20 જુલાઈ 2025 (રવિવાર): સાપ્તાહિક રજાના કારણે સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે. 26 જુલાઈ 2025(શનિવાર): ચોથા શનિવારના કારણે સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે. 27 જુલાઈ 2025 (રવિવાર): સાપ્તાહિક રજા – સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે.