પટના: મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે ચંદ્રિકા પાવરના ઇથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ઇથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. આ પ્લાન્ટનું નિર્માણ JDUના રાષ્ટ્રીય મહાસચિવ કમ પ્રવક્તા રાજીવ રંજનના પુત્ર રુહેલ રંજન દ્વારા કરવામાં આવ્યું છે. પ્લાન્ટના ડિરેક્ટર રૂહેલ રંજને જણાવ્યું હતું કે પ્લાન્ટ 16.5 એકરમાં ફેલાયેલો છે અને મકાઈ અને ડાંગર માંથી ઈથેનોલનું ઉત્પાદન કરવામાં આવશે.
આ પ્લાન્ટમાં દરરોજ 60 હજાર લિટર ઇથેનોલનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. ઇથેનોલ ઉત્પાદન માટે જરૂરી મકાઇ અને ચોખા માટે રાઇસ મિલો અને ખેડૂતો સાથે સંકલન સ્થાપિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર, ઉદ્યોગ મંત્રી સમીર કુમાર મહાસેઠ, નાણા મંત્રી વિજય ચૌધરી, જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ ધારાસભ્ય રાજીવ રંજન ઉપરાંત ઘણા ધારાસભ્યો હાજર હતા.















