ભારતીય કિસાન યુનિયન નું એક પ્રતિનિધિ મંડળ ખેડૂત દિનેશ ખેડાના નેતૃત્વમાં કલેક્ટરને મળીને શેરડી પેટેની ચુકવણી કરવા માટે એક આવેદનપત્ર પાઠવ્યું હતું.
દિનેશ ખેડા એ જણાવ્યું હતું કે અહીંની સિમભાવલી શુગર મિલ પર 325 કરોડ રૂપિયા અને બ્રજનાથપુર શુગર મિલ પર ખેડૂતોને 175 કરોડ રૂપિયા હજુ ચૂકવવાના બાકી છે. જિલ્લા વહીવટી તંત્રની મધ્યસ્થીથી દર મહિને 50 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવવા માટે વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં માત્ર 25 કરોડની જ ચુકવણી મિલ દ્વારા કરવામાં આવી છે. તેને કારણે શેરડીના ખેડૂતો હજુ પણ આર્થિક સંકટ અનુભવી રહ્યા છે. દિનેશ ખેડા કલેક્ટરને ખેડૂતોના બાકી નાણાં તાત્કાલિક ચૂકવવા અનુરોધ કર્યો હતો.











