નવી દિલ્હી: કેન્દ્ર સરકાર 2022-23 સુધીમાં પેટ્રોલ સાથે 12 ટકા ઇથેનોલ મિશ્રણ હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. ખાદ્ય, જાહેર વિતરણ અને પેટ્રોલિયમ મંત્રાલયના ટોચના અધિકારીઓએ લક્ષ્ય પરની પ્રગતિ તપાસવા માટે સમીક્ષા બેઠક યોજી હતી. બંને મંત્રાલયો અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સચિવો અને ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના ચેરમેન પણ બેઠકમાં હાજર હતા.
બિઝનેસ વર્લ્ડમાં છપાયેલા સમાચાર મુજબ, કેન્દ્ર સરકારે ગ્રાહકોના પેટ્રોલમાં બાયોફ્યુઅલનું મિશ્રણ કરવા માટે ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) પ્રોગ્રામ શરૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીઓ લક્ષ્યાંક પૂરો કરવા માટે પૂરતા પ્રમાણમાં ઇથેનોલ સપ્લાય કરવા માટે આગળ વધવા માટે પૂરો વિશ્વાસ ધરાવે છે. આ બેઠકમાં, 2022-23 માં 12% ઇથેનોલના મિશ્રણના લક્ષ્યને પૂર્ણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી.









