મુંબઇ: ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે મુંબઇ અને આજુબાજુના વિસ્તારોમાં કહેર સર્જાયો છે. શહેર અને તેની આસપાસના વાતાવરણને કારણે જનજીવન પણ ખોરવાઈ ગયું છે. અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઘરોમાં પાણી ઘુસી ગયું છે. ગઈકાલે પણ જવાહરલાલ નહેરુ બંદર ટ્રસ્ટ પર તેની અસર પડી છે.
તોફાની પવનને કારણે જવાહરલાલ નહેરુ બંદર ટ્રસ્ટ ખાતેના ત્રણ ક્રેન લિફ્ટિંગ કન્ટેનરોને નુકસાન પહોંચ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારે તેજ પવનને કારણે ગઈકાલે બપોરે ઉચ્ચ ક્ષમતાવાળી ક્રેન ધરાશાયી થઈ હતી. જોકે કોઈનું મોત નીપજ્યું ન હતું. નુકશાનીનો અંદાજ અને મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. જેએનપીટી એ દેશના સૌથી મોટા બંદરોમાંનું એક છે.

















