FICCI 20% ઇથેનોલ મિશ્રણ સિદ્ધિને આત્મનિર્ભર, ઓછા કાર્બનવાળા અર્થતંત્ર તરફના નિર્ણાયક પગલા તરીકે જુએ છે

ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) એ પેટ્રોલ સાથે 20% ઇથેનોલ મિશ્રણ પ્રાપ્ત કરવા બદલ ભારત સરકારને અભિનંદન પાઠવ્યા છે, જે મૂળ 2030 લક્ષ્ય કરતાં પાંચ વર્ષ આગળ એક સીમાચિહ્નરૂપ છે.

FICCIના ડિરેક્ટર જનરલ, જ્યોતિ વિજે આ વિકાસને બિરદાવતા કહ્યું, “2030 ના લક્ષ્યાંકથી પાંચ વર્ષ પહેલાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણની સિદ્ધિ ઊર્જા સુરક્ષા અને ટકાઉપણું તરફની અમારી સફરમાં એક સીમાચિહ્નરૂપ સફળતા છે. આ પહેલ ઔદ્યોગિક વિકાસ અને ડીકાર્બોનાઇઝેશન માટે સરકારના લાંબા ગાળાના દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે. 2014 માં 1.5% થી 2025 માં 20% સુધી ઇથેનોલ મિશ્રણમાં વધારો એ સંક્રમણ પર ભારતની વ્યૂહાત્મક દૂરંદેશીનો પુરાવો છે. અમે આ નોંધપાત્ર સિદ્ધિ પર ભારત સરકારને અભિનંદન આપીએ છીએ. ભારતીય ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે, FICCI આને આત્મનિર્ભર, ઓછા કાર્બન અર્થતંત્ર તરફ એક નિર્ણાયક પગલું માને છે. અમે નીતિ સંવાદ, નવીનતા અને ભાગીદારીને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે સ્વચ્છ, વધુ સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે મદદ કરે છે.”

ભારતનું ઇથેનોલ અર્થતંત્ર તેની કૃષિ શક્તિમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે, અને ખાંડ અને અનાજ આધારિત ક્ષેત્રે રાષ્ટ્રને સ્વચ્છ બાયોફ્યુઅલ સપ્લાય કરવામાં કેન્દ્રિય ભૂમિકા ભજવી છે.

૨૦૧૪માં માત્ર 1.5ટકા મિશ્રણની સાધારણ શરૂઆતથી, ભારતમાં હવે 11વર્ષના સમયગાળામાં ઇથેનોલ એકીકરણમાં લગભગ તેર ગણો વધારો જોવા મળ્યો છે.

ઇથેનોલનું ઉત્પાદન નાટ્યાત્મક રીતે વધ્યું છે, જે ૨૦૧૪માં 38 કરોડ લિટરથી વધીને જૂન 2025 સુધીમાં 661.1 કરોડ લિટર થયું છે.

આ નોંધપાત્ર વૃદ્ધિએ દેશની આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરી છે, જેના કારણે વિદેશી હૂંડિયામણમાં રૂ. 1.36 લાખ કરોડની નોંધપાત્ર બચત થઈ છે. તે જ સમયે, ડિસ્ટિલરીઓને રૂ.1.96 લાખ કરોડ ચૂકવવામાં આવ્યા છે, જેનાથી બાયોફ્યુઅલ ઉદ્યોગના વિસ્તરણને વેગ મળ્યો છે, જ્યારે રૂ. 1.18 લાખ કરોડ સીધા ખેડૂતોને ગયા છે, જેનાથી ગ્રામીણ આવકમાં વધારો થયો છે અને કૃષિ અર્થતંત્ર મજબૂત બન્યું છે.

આ પરિવર્તનની પર્યાવરણીય અસર પણ ગહન રહી છે, સ્વચ્છ ઇંધણ અપનાવવાને કારણે ૬૯૮ લાખ ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here