પટણા: બિહાર સરકારે કહ્યું છે કે રાજ્યમાં પૂરથી 9.60,000 લોકો પ્રભાવિત થયા છે અને 12,023 વ્યક્તિ આશ્રયસ્થાનોમાં હાલ આશરો લઇ રહ્યા છે.
બિહાર સરકારની એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં પૂરને કારણે 9,60,831 લોકો અસરગ્રસ્ત થયા છે. અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે કે બચાવ અને રાહત પ્રયાસોમાં મદદ માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની 22 ટીમો રાજ્યમાં તૈનાત કરવામાં આવી છે.












