રોહતક: હરિયાણાના શેરડીના ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો શેરડીની કિંમત 450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે. શેરડી પકવતા ખેડૂતોએ આ મામલે રાજ્ય સરકારને એક સપ્તાહનું અલ્ટીમેટમ આપ્યું છે, અને કહ્યું છે કે જો સરકાર ભાવ નહીં વધારશે તો જિલ્લાની મેહમ અને રોહતક બંને શુગર મિલોને બંધ કરી દેવામાં આવશે.
ધ ટ્રિબ્યુનમાં છપાયેલા સમાચાર મુજબ, ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા હરિયાણામાં શેરડીના ભાવ પ્રદેશમાં સૌથી વધુ હતા, પરંતુ હવે તે પડોશી રાજ્યો પંજાબ અને ઉત્તર પ્રદેશ કરતા ઓછા છે. અખિલ ભારતીય કિસાન સભા (AIKS) ના જિલ્લા એકમ પ્રમુખ પ્રીત સિંહે જણાવ્યું હતું કે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં શેરડીના ઉત્પાદકોને ઊંચા ભાવ મળી રહ્યા છે, જ્યારે હરિયાણામાં ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ માત્ર 362 રૂપિયા મળી રહ્યા છે. ખેડુતોને તેમની ઉપજ માટે વળતરયુક્ત ભાવ આપવાને બદલે, સરકાર રાજ્ય સંચાલિત અને સહકારી ખાંડ મિલોનું ખાનગીકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે રંગરાજન સમિતિની ભલામણોને લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે.














