યમુનાનગર: યમુના, સોમ અને પથરાલા નદીઓ ઉપરાંત મોસમી નાળાઓમાં પૂર આવવાને કારણે જિલ્લામાં 11,000 એકરથી વધુ ડાંગર, શેરડી અને ઘાસચારાના પાકને અસર થઈ છે. જગધારી બ્લોક સૌથી વધુ અસરગ્રસ્ત બ્લોકમાંનો એક છે, જ્યાં4,105 એકરમાં પાક વરસાદ અને પૂરના પાણીથી પ્રભાવિત થયો છે.
છછરૌલી બ્લોકમાં 3,178 એકરમાં ડાંગર, શેરડી અને ઘાસચારાના પાકને અસર થઈ છે, જે જિલ્લામાં બીજા ક્રમનો સૌથી મોટો અસરગ્રસ્ત વિસ્તાર છે. સરસ્વતી નગર બ્લોકમાં પણ પાણીએ વિનાશ વેર્યો છે, જ્યાં 2,199 એકરમાં પાકને અસર થઈ છે; અને રાદૌર બ્લોકમાં 944 એકરમાં પાકને નુકસાન થયું છે. સધૌરા (556 એકર) અને બિલાસપુર બ્લોક (523 એકર) માં પણ પાકને નુકસાન થયું છે.
સરકારે પ્રતિ એકર 7000-15000 રૂપિયાની રાહત રકમની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂત સંગઠનો વળતર વધારવાની માંગ કરી રહ્યા છે. ટ્રિબ્યુનમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ સંજુ ગુંડિયાનાએ જણાવ્યું હતું કે, “ખેડૂતોએ અત્યાર સુધીમાં ડાંગરના પાક પર પ્રતિ એકર 20,000 રૂપિયા અને શેરડીના પાક પર પ્રતિ એકર 50,000 રૂપિયા ખર્ચ કર્યા છે. તેથી સરકારે ખેડૂતોને પ્રતિ એકર 50,000 રૂપિયા વળતર આપવું જોઈએ.”