ઉત્તર પ્રદેશની જેમ, મહારાષ્ટ્રના શેરડીના ખેડુતો પણ તેમના શેરડીના બાકી ચૂકવવાના નાણાંની રાહ જોઇ રહ્યા છે. સોલાપુરની સુગર મિલોને શેરડી આપતા શેરડીના ખેડુતોને શેરડીના બાકી નાણાં ચૂકવવામાં નહીં આવતા તેમનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો છે. તેઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવો કર્યા હતા અને સરકારી અધિકારીને પત્ર પાઠવ્યો હતો.
એક પત્રમાં, ખેડુતોએ કલેક્ટરને વિનંતી કરી છે કે તેઓને આત્મહત્યા કરવાની પરવાનગી આપે, કારણ કે તેઓ પોતાના પરિવારની દૈનિક જરૂરિયાતો પૂરી કરી શકતા નથી,અને તેનું મુખ્ય કારણ તેમની મહેનતના કામની રકમ હજુ મિલ પાસેથી લેવાની બાકી છે અને મિલો આપતી નથી.
ભારતની સુગર મિલો પર શેરડીના ખેડુતો માટે 15,850 કરોડ રૂપિયા બાકી છે. શેરડીના બાકીમાં ઉત્તર પ્રદેશ લીડીંગ રાજ્ય છે અને ત્યારબાદ મહારાષ્ટ્ર પછીનું રાજ્ય છે. 1966 નો શેરડી કંટ્રોલ ઓર્ડર, ખેડુતોને શેરડીની ડિલિવરીના 14 દિવસની અંદર એફઆરપીની ચુકવણી અને જો સમયરેખાને પાલન કરવામાં નિષ્ફળ જાય તો તેના પર 15 ટકા વ્યાજ આપવામાં આવે છે. સુગર મિલો દાવો કરે છે કે વેચાયેલા ખાંડના સ્ટોક, ખાંડનો સરપ્લસ જથ્થો, ખાંડના ઓછા ભાવને લીધે તેઓ શેરડી પેટની બાકી રકમ ચૂકવી શકતા નથી.











