વર્તમાન સિઝનમાં મેક્સીકન ખાંડનું ઉત્પાદન 15% ઘટ્યું છે, જે દુષ્કાળના કારણે સીઝન વહેલી સમાપ્ત થઇ જતા ઉપજને અસર કરી છે એમ ઉત્પાદકોએ સત્તાવાર ડેટાને ટાંકીને શુક્રવારે જણાવ્યું હતું.
મેક્સિકો, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાંડની નિકાસ કરે છે, તે 2022/23 સીઝનમાં 5.22 મિલિયન ટનનું ઉત્પાદન કરશે, જે તાજેતરના અંદાજ 5.43 મિલિયન ટન કરતાં ઓછું છે, એમ રાષ્ટ્રીય ખાંડ સમિતિ Conadesucaએ જણાવ્યું હતું.
મેક્સિકોની સૌથી મોટી શેરડી ઉત્પાદક સંસ્થા યુએનસીના વડા કાર્લોસ બ્લેકલેરે જણાવ્યું હતું કે, દુકાળ મુખ્ય કારણ છે. ખરાબ ખાતરને કારણે ઉપજ પર પણ અસર પડી છે, એમ તેમણે જણાવ્યું હતું.
“અમે આગામી પાક માટે ઉત્પાદકતામાં સાધારણ સુધારાની અપેક્ષા રાખીએ છીએ અને સારા વરસાદી હવામાન સાથે, અમે 6 મિલિયન ટનથી વધુ ખાંડના ઉત્પાદન પર પાછા આવી શકીએ છીએ,” બ્લેકલેરે જણાવ્યું હતું.












