મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ મહારાષ્ટ્રમાં ઓમીક્રોન વાઇરસને લઈને મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગવાની શક્યતા નકારી કાઢી છે. રાજેશ ટોપેએ જણાવ્યું હતું હતું કે હાલ અમે T 3 ફોર્મ્યુલા મુજબ જ આગળ વધી રહ્યા છીએ.
તેમણે જણાવ્યું હતું કે હાલ કોરોનાની ગાઈડલાઈનનું પાલન પ્રજા કરે તે જરૂરી છે અને અમે હાલ ટેસ્ટિંગ ટ્રીટમેન્ટ એન્ડ ટ્રેસીંગ ઉપર જ કામ કરી રહ્યા છીએ.
તેમણે જણાવ્યું હતું કે ઓમીક્રોન વાઇરસને લઈને કોઈ નવા કેસ સામે નથી આવ્યા અને જે કેસ આવ્યા હતા તે પણ નેગેટિવ થઈ ગયા છે અને તેનોને રજા પણ આપી દેવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોઈ નવા લોકડાઉન લગાડવાની જરૂર નથી અને રાજ્યના ટાસ્ક ફોર્સ દ્વારા એવું કોઈ સૂચન કરવામાં આવ્યું પણ નથી. તેમ છતાં અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને મુખ્યમંત્રી કેન્દ્ર સરકાર અને કેન્દ્રની ટીમ સાથે પરામર્શ કરીને નિર્ણય લેવાતા હોય છે. .












