દેશમાં ઈથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ઘણા મંત્રીઓ પણ આ માટે ઉદ્યોગપતિઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ પણ ઈથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઉદ્યોગને જાગૃત કરી રહ્યા છે.
મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં એક પણ શુગર મિલ એવી ન હોવી જોઈએ જે ઇથેનોલનું ઉત્પાદન ન કરતી હોય. તેઓ પુણેમાં સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઓફ કો ઓપરેટીવ સોસાયટીઝ (CRCS) ઑફિસના ડિજિટલ પોર્ટલને લૉન્ચ કર્યા પછી એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
શાહે જણાવ્યું હતું કે સહકારી સંસ્થાઓ માટે વિવિધ યોજનાઓ હેઠળ વિશાળ ભંડોળ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ ડિસ્ટિલરી સ્થાપવા માટે કરી શકાય છે. રાજ્યની શુગર મિલોએ લોનની સુવિધાનો લાભ લેવો જોઈએ. મહારાષ્ટ્રમાં એક પણ શુગર મિલ એવી ન હોવી જોઈએ જે ઇથેનોલ બનાવતી ન હોય. ઈથનોલ હાલ ઊભરતું બજાર છે અને તેના માટેના દરો પણ સારા છે.
તેમના દ્વારા શરૂ કરાયેલ CRCS ઓફિસના ડિજિટલ પોર્ટલ પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “ડિજિટલ પોર્ટલનો ઉદ્દેશ્ય કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવાનો છે. આધુનિકીકરણ, પારદર્શિતા અને જવાબદારી વિના સહકારી ક્ષેત્ર આગળ વધી શકતું નથી.













