પાકિસ્તાને ખાંડ સહિત અન્ય ઉદ્યોગો પર 10 ટકા ‘સુપર ટેક્સ’ની જાહેરાત કરી

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આવક વધારવા અને દેશના ગરીબોને મદદ કરવા માટે મોટા ઉદ્યોગો પર 10% “સુપર ટેક્સ” ની જાહેરાત કરી છે. મોટા ઉદ્યોગોમાં સિમેન્ટ, સ્ટીલ, ખાંડ, તેલ અને ગેસ, ખાતર, એલએનજી ટર્મિનલ, કાપડ, બેંકિંગ, ઓટોમોબાઇલ અને સિગારેટ ઉદ્યોગોનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રને સંબોધનમાં શરીફે કહ્યું કે, દેશને ગંભીર આર્થિક સંકટમાંથી બચાવવા માટે સરકારે હિંમતભર્યા નિર્ણયો લીધા છે. વડા પ્રધાનની જાહેરાતની મિનિટ પછી, પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ (PSX) પર શેરબજારમાં 2000 પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. આગામી 12 મહિનામાં દેવું અને આયાત ચૂકવવા માટે પાકિસ્તાનને ઓછામાં ઓછા $41 બિલિયનની જરૂર છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર $10 બિલિયનથી નીચે આવી ગયો છે, જે બે મહિનાથી ઓછા સમય માટે આયાત કરવા માટે પૂરતો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here