રાષ્ટ્રીય ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. બુધવારે ઓઇલ કંપનીઓ દ્વારા જે ભાવ જાહેર કરવામાં આવ્યા છે તેમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આજે પણ ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સ્થિર જોવા મળી રહી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે.
બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 85.04 ડોલર પ્રતિ બેરલ જોવા મળી રહ્યો છે. જ્યારે ડબલ્યુ ટી આઈ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 81.11 ડોલર જોવા મળી રહ્યો છે. આ ભાવ પછી પણ ભારતની રાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની સત્તાવાર વેબસાઈટ iocl.com ના નવીનતમ અપડેટ મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 96.72 અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર પર છે. તે જ સમયે, મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લિટર છે. આ સિવાય ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.












