નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની મોંઘવારી અટકવાનું નામ નથી રહી. શનિવારે દેશભરમાં સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 0.35 રૂપિયાના વધારા સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં પેટ્રોલનો ભાવ વધીને 107.24 રૂપિયા પ્રતિ લીટર થયો હતો, જ્યારે ડીઝલની કિંમત વધીને 95.97 રૂપિયા પ્રતિ લીટર થઈ હતી.
મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત અનુક્રમે 113.12 અને 104.00 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં તેની કિંમત 107.78 રૂપિયા અને 99.08 રૂપિયા અને ચેન્નાઈમાં 104.22 રૂપિયા અને 100.25 રૂપિયા છે. દેશમાં ઇંધણના વધતા ભાવો તરત જ નીચે આવવાના નથી. તેલની માંગ અને પુરવઠાના મુદ્દે કેન્દ્ર સરકાર ઘણા તેલ નિકાસ કરતા દેશો સાથે વાતચીત કરી રહી છે પરંતુ ભાવમાં તાત્કાલિક રાહત મળવાની કોઈ શક્યતા નથી.














