આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં તીવ્ર વધારા બાદ છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.આજે (10 માર્ચ) આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $81 પર પહોંચી ગઈ છે. 7 માર્ચે, આ કિંમત બેરલ દીઠ $ 86 થી વધુ હતી.પરંતુ ત્રણ દિવસથી તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે આ સવાલો ઉઠી રહ્યા છે કે શું દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ઘટશે?
22 મે, 2022 થી અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ રાષ્ટ્રીય સ્તરે યથાવત છે. આ દરમિયાન ક્રૂડ ઓઈલના ભાવમાં અનેક વખત ઘટાડો જોવા મળ્યો હતો.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. પરંતુ સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપવાના મૂડમાં દેખાતી નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે (10 માર્ચ) બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $81.43 પર પહોંચી ગઈ છે, જે મંગળવાર, 7 માર્ચે પ્રતિ બેરલ $86 ને પાર કરી ગઈ હતી. તે જ સમયે, WTI ક્રૂડ પ્રતિ બેરલ $ 75.45 પર છે. જો કે તેલ કંપનીઓએ લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL) iocl.com ની સત્તાવાર વેબસાઈટના નવીનતમ અપડેટ મુજબ,રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. આ સિવાય ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.












