રાજકોટ: ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલમાં ભારતના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ નું સકારાત્મક વિધાન બાદ ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. ભારતની તમામ આઇટી કંપનીમાં આજે જોરદાર ખરીદીના પગલે સેન્સેક્સ 513 પોઈન્ટ અને નિફ્ટી 142.60 પોઇન્ટ વઘ્યા હતા..
આજે સવારથી જ આઇટી કંપની ઇન્ફોસીસ, ટીસીએસ,વિપ્રો એચસીએલ સહિતની કંપનીઓમાં જોરદાર લેવાની નીકળી હતી પરિણામે નિફ્ટી ને મોટો સહારો મળ્યો હતો. છેલ્લા કેટલાક દિવસ આઇટી કંપનીના શેર ચાલતા ન હતા પરંતુ આજે ઈન્ફોસીસ ટીસીએસ સહિતની કંપનીમાં જોરદાર ખરીદી જોવા મળી હતી ઇન્ફોસીસમાં આજે ₹54 નો વધારો જોવા મળ્યો હતો ત્યારે ટીસીએસ નો શેર પણ 60 રૂપિયા ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. પરિણામે આજે આઈટી ઇન્ડેક્સ ત્રણ ટકાનો વધારો સૂચવતો હતો.
આજે સેન્સેક્સમાં 540 પોઈન્ટ નો વધારો થતા સેન્સેક્સ 85,186 અને નિફ્ટીમાં 143 પોઇન્ટનો વધારો થતા નિફ્ટી 26000 ની સપાટી ક્રોસ કરીને 260652 પર બંધ જોવા મળી. આ ઉપરાંત બેન્ક નિફ્ટી 316 પોઇન્ટ વધી છે જ્યારે મિડકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી રહી છે.
આજે એલજી ઇલેક્ટ્રોનિક્સ ના શેરમાં55 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.















