પુડ્ડુચેરી: મુખ્યમંત્રી વી નારાયણસામીએ કહ્યું કે, સરકાર ચક્રવાત પુનર્નિર્માણ અને પુનર્વસન માટે 50 કરોડની વચગાળાની કેન્દ્રિય સહાય લેશે. પુડુચેરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની બેઠકની અધ્યક્ષતા પછી પત્રકાર પરિષદને સંબોધન કરતાં નારાયણસામીએ જણાવ્યું હતું કે, પ્રારંભિક અંદાજ મૂજબ ચક્રવાતથી લગભગ 400 કરોડનું નુકસાન થયું છે.
તેમણે કહ્યું કે, અમે કેન્દ્ર સરકાર પાસે એક વ્યાપક સહાય પેકેજ માંગીએ તે પહેલાં અમે પ્રથમ તબક્કાની સહાય રૂપે અમે રૂ.50 કરોડની માંગ કરી છે, પ્રારંભિક અંદાજ મુજબ, ચક્રવાતથી આશરે 800 હેક્ટર કૃષિ જમીનમાં અસર થઈ હતી, જેમાં 200 હેક્ટર શાકભાજી, 170 હેક્ટર શેરડી, 55 હેક્ટર કેળાના પાકનો સમાવેશ થાય છે. સાત હેકટર સોપારીના બગીચાને નુકસાન થયું છે.

















