કોઈમ્બતુર સ્થિત શક્તિ સુગર્સ લિમિટેડ (શક્તિ સુગર્સ) એ આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કંપનીએ સોમવારે જણાવ્યું હતું કે તે ઓરિસ્સામાં તેના ખાંડ અને ડિસ્ટિલરી યુનિટ અને તમિલનાડુમાં સોયા ફેક્ટરીઓનું વેચાણ કરશે. કંપનીના દેવાના સ્તરને ઘટાડવા માટે યુનિટ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કંપનીના બોર્ડે તેની બેઠકમાં આ બંને યુનિટના વેચાણની મંજૂરી આપી છે.
શક્તિ શુંગર્સે ઘણા દાયકાઓ પહેલા આ એકમોનું અધિગ્રહણ કર્યું હતું. કંપની ખાંડ, સોયા સિવાય ઘણી પ્રોડક્ટ બનાવે છે.