નવી દિલ્હી: હવામાન વિભાગ (આઈએમડી) એ કહ્યું છે કે, આગામી ત્રણ દિવસમાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં તાપમાન ધીરે ધીરે વધીને 37 ડિગ્રી થઈ જશે. ANI સાથે વાત કરતાં, આઇએમડીના વૈજ્ઞાનિક અને પ્રાદેશિક હવામાન આગાહી કેન્દ્રના વડા, કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે, દિલ્હી છેલ્લા ત્રણ દિવસથી સરેરાશ 45 કિમી પ્રતિ કલાકની ઝડપે અનુભવી રહ્યું છે, આમ તાપ અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ સ્થિતિ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તર અને પૂર્વ રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે. 2021 માં માર્ચ મહિનો છેલ્લા 11 વર્ષોમાં સૌથી ગરમ હતો.
આઇએમડી અનુસાર, દિલ્હીમાં હોળીના દિવસે 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જે છેલ્લા 76 વર્ષમાં માર્ચનો સૌથી ગરમ દિવસ છે.












