બલરામપુર, ઉત્તર પ્રદેશ: બુધવારે બલરામપુરમાં શુગર મિલમાં સેન્ટ્રલ એરકંડિશનિંગમાં બ્લાસ્ટ થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. મૃતકની ઓળખ બ્રિજેન્દ્ર બહાદુર શર્મા તરીકે થઈ છે, જે મિલમાં સિનિયર ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો.
તે પ્રભાકર ગૌતમ અને અનવર અહેમદ નામના અન્ય બે કર્મચારીઓ સાથે શુગર મિલના કેમિકલ વિભાગના કંટ્રોલ રૂમમાં સેન્ટ્રલ એસી પર કામ કરતો હતો.
ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા સમાચાર મુજબ, બલરામપુરના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ નમ્રતા શ્રીવાસ્તવે જણાવ્યું કે વિસ્ફોટ લગભગ 9.45 કલાકે થયો હતો.
વિસ્ફોટ પછી તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ બ્રિજેન્દ્રને મૃત જાહેર કર્યો હતો જ્યારે પ્રભાકરને લખનૌના KGMU ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો હતો. અનવરની સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
શુગર મિલના ચીફ જનરલ મેનેજર નિષ્કામ ગુપ્તાએ જણાવ્યું હતું કે મિલનું મેનેજમેન્ટ ઘાયલોની સારવાર માટે તમામ મદદ કરશે.














