ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં છેલ્લા 25 દિવસથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સાજા થવાના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે એક્ટિવ કેસનીસંખ્યા 7 લાખ 40 હજાર સુધી પહોંચી ગઈ છે.ભારત સરકાર પણ માને છે કે જો લોકો વધુ સાવચેતી રાખશે તો જ ભારતમાં નવા કેસની સંખ્યા ઘટશે.
હેલ્થ મંત્રાલય દ્વારા પ્રસ્તુત કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કુલ 54,044 કેસ નોંધાયા છે જયારે સાંજા થનાર દર્દીઓની સંખ્યા છેલ્લા 24 કલાક દરમિયાન 61,775 છે.છેલ્લા 24 કલાકમાં 717 લોકોના મૃત્યુ થયા છે.
એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. એક સમયે 10 લાખથી પણ વધારે એક્ટિવ કેસ દેશમાં હતા તે હવે ઘટીને સાડા સાત લાખની અંદર જોવા મળી રહ્યા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 7,40,090 છે. કોરોનાને લઈને ભારતમાં કુલ 1,15,994 મોત થયા છે.











