ભારતમાં કોરોના કેસની સંખ્યા ફરી ઘટી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 37,975 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. હાલ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 91,77,841 થઈ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 480 લોકોના મોત થતા કુલ મોતની સંખ્યા 1,34,218 થઈ ગઈ છે.
દેશમાં હાલમાં કોરોનાવાયરસના 4,38,667 સક્રિય કેસ છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 42,314 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. સતત ચૌદમા દિવસે સક્રિય કેસની સંખ્યા 5 લાખની નીચે રહી છે.હાલ ભારતમાં 4,38,667 આ રોગમાંથી સ્વસ્થ થતા લોકોની સંખ્યા 86,04,955 ની સપાટીએ પહોંચી ગઈ છે.


















