મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને આપદાના આ સમયે ધરતીપુત્રોની પડખે ઊભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા…
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકસાનની વિગતો પૂરી પાડી હતી…
રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ થયો છે. તેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ રાખે છે…












