કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે નાના રોકાણકારો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે એક નવું મોડલ બનાવવામાં આવશે. FICCIની રોડ્સ એન્ડ હાઈવે સમિટની ત્રીજી આવૃત્તિનું ઉદઘાટન કરતાં તેમણે કહ્યું કે સામાન્ય લોકોને તેમના રોકાણ પર ખાતરીપૂર્વક વળતર મેળવવાની તક મળશે. મંત્રીએ કહ્યું કે દેશમાં વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું રોડ નેટવર્ક છે અને 2024ના અંત સુધીમાં રોડ નેટવર્કને બે લાખ કિમીના સ્તરે વિસ્તરણ કરવાનો સમય આવી ગયો છે.
નીતિન ગડકરીએ લોજિસ્ટિક્સ ખર્ચને 16% થી ઘટાડીને 10% પર લાવવાના પડકાર વિશે વાત કરી હતી.લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે એક સંકલિત અભિગમ અપનાવવાની તાત્કાલિક જરૂર છે, એમ તેમણે ઉમેર્યું હતું. મંત્રીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઘટાડો સુનિશ્ચિત કરવો જોઈએ અને એલએનજી અને વૈકલ્પિક ઈંધણ જેવા કે ઇથેનોલ, મિથેનોલ, હાઈડ્રોજનના ઉપયોગને પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે તે આર્થિક અને ટકાઉ છે.














