અતિ વરસાદને કારણે દેશભરમાં 1058ના મોત 

આ વખતે ચોમાસામાં આવેલા પૂર ને કારણે તેમજ ચોમાસાને અતિવૃષ્ટિ સમાન વરસાદને કારણે  ઉભી થયેલી વિવિધ પરિસ્થિતિમાં દેશભરમાં 1058 ના મોત થઈ ચુક્યા છે જે ગયા વર્ષ દરમિયાન  1211ના મોત હતા તે આંકડાની નજીક આંબી ગયું છે.વધુ પડતા વરસાદને કારણે વિવિધ રાજ્યોને ડેમના દરવાજા ખોલવા પડ્યા છે અને તેને કારણે મોતની સંખ્યા પણ વધવા પામી છે.કેરાલામાં 150ના મોત થઇ ચુક્યા છે જયારે મહારાષ્ટ્રમાં 245ના મોત નીપજી ચુક્યા છે.ફ્લડને કારણે મૃતકોની સંખ્યામાં  દર વર્ષે વધારો થઇ રહ્યો છે. 2016,આ 936 લોકોના મોત નિપજ્યા હતા જે 2018માં 1200 સુધી પહોંચ્યા હતા.

આ વર્ષે મહારાષ્ટ્રમાં 245ના મોત થઇ ચુક્યા છે જયારે કેરાલામાં 155,વેસ્ટ બેંગાલમાં 154, બિહારમાં 130.ગુજરાતમાં 107 અનેઆસામ અને કર્ણાટકમાં  94 લોકોના મોત થયા છે અને  હોવાનું ગૃહ મંત્રાલય દ્વારા કબુલવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં તંત્ર દ્વારા18 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જયારે 9 રાજ્યોમાં કુલ 7,800 રિલીફ કેમ્પ  શરુ કરી દેવામાં આવ્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા 107 NDRF ની ટીમ મોકલવામાં આવી હતી અને સાથોસાથ આર્મી અને ઇન્ડિયન એર ફોર્સ અને અન્ય ટીમોને પણ તેનાત કરવામાં આવી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here