ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,07,628 દર્દીઓ સાજા થયા; નવા કેસ 62,224

108

ભારતમાં આજે પણ નવા કેસની સરખામણીમાં સાજા થનાર કેસની સંખ્યા ઘણી વધારે જોવા મળી હતી.જેને કારણે એક્ટિવ કેસની સંખ્યા પણ નવ લાખની અંદર પહોંચી હતી.

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 62,224 નવા કેસ આવ્યા હતા. આ સાથે ભારતમાં કુલ કેસની સંખ્યા 2,96,33,105 પાર પહોંચી ગઈ છે. જોકે છેલ્લા 24 કલાકમાં ફરી એક વખત એક લાખથી વધારે દર્દીઓ સાજા થતા રિકવરી રેટમાં પણ ભારે વધારો નોંધાયો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,07,628 દર્દીઓ રિકવર થયા હતા.આ સાથે ભારતમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 2,83,88,100 પર જોવા મળી રહી છે. હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 8,65,432 થવા પામી છે.

એક્ટિવ કેસમાં દરરોજ મોટો સુધારો આવતા દેશમાં અનેક જિલ્લામાં અનલોક પણ કરવામાં આવી રહ્યું છે.જોકે કોરોનથી દરરોજ થતા મૃત્યુ ની સંખ્યા ચિંતાજનક છે. ભારતમાં ગઈકાલે 2,542 લોકોના મોત નિપજ્યા હતા જેને કારણે કુલ મૃતકોની સંખ્યા 3,79,573 પર પહોંચી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 28,00.458 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ભારતમાં કુલ 26,19,72,014 ડોઝ આપી દેવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here