ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 108 લોકોના મોત

96

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 18,327 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે અને 108 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોવિડ-19 કેસની કુલ સંખ્યા હવે 1,11,92,088 પર પહોંચી ગઈ છે, જેમાં 1,80,304 સક્રિય કેસનો સમાવેશ થાય છે, જ્યારે મૃત્યુઆંક વધીને 1,57,656 પર પહોંચી ગયો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર શુક્રવારે 5 માર્ચ 2021 સુધીમાં કુલ 22,06,92,677 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 1,94,97,704 લોકોને કોરોનાવાયરસ સામે રસી આપવામાં આવી છે.રસીકરણ અભિયાનનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થયો છે.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here