ભારતમાં કોરોનાના નવા 11,919 કેસ નોંધાયા

24

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં ફરી થોડો વધારો થયો છે. આજે ભારતમાં 11,919 નવા કોરોના કેસ નોંધાયા હતા. કેરળમાં ગઈ કાલે ફરી એક વખત રિકવર કેસ કરતા નવા કેસ વધુ આવતા કોરોનાના કેસમાં આંશિક વધારો નોંધાયો હતો.
જોકે ભારતમાં ગઈકાલે 11,242 જેટલા કેસ રિકવર પણ થયા હતા જેને કારણે રિકવરી રેટમાં પણ થોડો સુધારો નોંધાયો હતો
જોકે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 470 દર્દીના કોરોનાને કારણે મૃત્યુ પણ નિપજ્યા હતા જેને કારણે ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 4,64,323 પર પહોંચી છે.

ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા હાલ 1,28,762 છે એટલે કે ભારતમાં રિકવર થયેલા દર્દીઓની કુલ સંખ્યા 3,38,85,132 પર પહોંચી છે.
કેરાલામાં હજુ પણ કેસ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. બલ્કે દેશના કુલ કેસના 60% કેસ હજુ પણ કેરાલામાંથી આવી રહ્યા છે. હાલ 5000 એક્ટિવ કેસ છે તેમાં વેસ્ટ બંગાળ,મહારાષ્ટ્ર,કેરળ મિઝોરમ,કર્ણાટક,તામિલનાડુ રાજ્ય સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here