ભારતમાં નોંધાયા નવા 12,899 કેસ;જયારે 17,824 કેસ સાજા થયા

180

નવી દિલ્હી: ભારતના લોકો માટે એક સારા સમાચાર છે. ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં નવા 12,899 કેસ સામે આવ્યા છે પણ તેની સામે સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે છે અને તેને કારણે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે રિલીઝ કરેલા આંકડા મુજબ હવે ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,07,90.183 પર પહોંચી ગઈ છે.

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 17,824 દર્દીઓ રિકવર થતા ભારતમાં સાજા થયેલા કુલ કેસની સંખ્યા 1,04,80,455 પર પહોંચી ગઈ છે અને હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ સતત ઘટી રહી છે અને હવે તે 1,55,025 પર પહોંચી છે જે એક સારા સમાચાર ગણવામાં આવી રહ્યા છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 107 દર્દીઓના મૃત્યુ થયા છે.આ સાથે ભારતમાં કુલ મોતની સંખ્યા 1,54,703 પર પહોંચી ગઈ છે.

દરમિયાન, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 44,49,552 લોકોને રસી આપવામાં આવી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here