ભારતમાં 13,742 નવા COVID-19 કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 104 લોકોના મૃત્યુ નિપજ્યા

68

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 13,742 નવા કેસ અને 104 લોકોના મોત નોંધાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 13,742 નવાCOVID -19 કેસ આવ્યા છે ત સાથોસાથ 14,037 દર્દીઓ રિકવર પણ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન 104 મૃત્યુ નોંધાયા છે.

આ સાથે, ભારતમાં કોવિડ -19 કેસની કુલ સંખ્યા 1,10,30,176 છે અને એક્ટિવ કેસની સંખ્યા 1,46,907 છે.

ભારતમાં 1,56,567 જેટલા કુલ મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે જયારે અત્યારસુધીમાં કુલ 1,07,26,702 લોકોને રજા આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલય મુજબ, 1,21,65,598 રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here